સુરત એરપોર્ટ પર ઉતર્યુ ભારતીય વાયુસેનાનું તેજસ ફાઈટર જેટ એરક્રાફ્ટ, ઈમરજન્સી લેન્ડિંગથી મચી દોડધામ
સુરત એરપોર્ટ પર આજે દોડધામ મચી ગઈ હતી. ભારતીય વાયુ સેનાના તેજસ ફાઈટર જેટ એરક્રાફ્ટ એકાએ

સુરત એરપોર્ટ પર આજે દોડધામ મચી ગઈ હતી. ભારતીય વાયુ સેનાના તેજસ ફાઈટર જેટ એરક્રાફ્ટ એકાએક સુરત એરપોર્ટના રનવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. જેથી સુરત એરપોર્ટના સ્ટાફમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. શું થયું હશે? કેમ તેજસ સુરતમાં લેન્ડ થયું? તેવા પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા.
ટેક્નિકલ ખામીથી લેન્ડિંગ કરાયું
માહિતી અનુસાર, સુરત એરપોર્ટ ઉપર આજે સવારે 10.30 આસપાસના સમયે ઈન્ડિયન એરફોર્સના વિમાન તેજસનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટેક્નિકલ ખામીને લઈ તેજસ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. બાદમાં સુરત એરપોર્ટ ઉપર તેજસ વિમાનની ટેક્નિકલ ક્ષતિને દુરસ્ત કરવાની કામગીરી ચાલી હતી.
લો ફ્યુઅલનો મેસેજ મળ્યો
તેજસ એરક્રાફ્ટના પાયલોટને લો ફ્યુઅલનો મેસજ મળ્યો હતો. જેના લીધે પાયલોટે સાવચેતીના ભાગરૂપે નજીકના એરપોર્ટ સુરત એરપોર્ટ પર તેજસ જેટનું ઈમરજન્સી લેન્ડીંગ કર્યું હતું. લેન્ડિંગ ખૂબ જ સરળતાથી થયું હતું. હવે સમસ્યાના નિવારણ બાદ તેજસ એરક્રાફ્ટ રવાના થશે એવી વિગતો જાણવા મળી છે.








