મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઓલપાડમાં જંગલી ડુક્કરનો યુવક પર હુમલો, હાથ-પગ ફાડી ખાતા લોકોમાં ભયનો માહોલ

સુરત જિલ્લાના ઓલપાડ કાંઠાના સોંદલાખારા ગામની સીમમાં પશુઓ ચરાવવા ગયેલા એક પશુપાલક ઉપર જંગલી ડુક્કરે અચાન

ઓલપાડમાં જંગલી ડુક્કરનો યુવક પર હુમલો, હાથ-પગ ફાડી ખાતા લોકોમાં ભયનો માહોલ

સુરત જિલ્લાના ઓલપાડ કાંઠાના સોંદલાખારા ગામની સીમમાં પશુઓ ચરાવવા ગયેલા એક પશુપાલક ઉપર જંગલી ડુક્કરે અચાનક હુમલો કરી લોહી- લુહાણ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેના પગલે તાલુકાના અન્ય પશુપાલકો સહિત ખેડૂતોમાં ડુક્કરના ત્રાસથી ભયનો માહોલ ફેલાયો છે. 

જમણા હાથ પગમાં ઈજા

ગામના મંદિર ફળિયામાં રહેતા રાકેશભાઈ પટેલ પશુઓ ચરાવવા સરકારી ગૌચરણમાં પોતાના પશુઓ ચરાવવા માટે ગયા હતાં. જે દરમિયાન ડુક્કર પકડવાના ફાંસામાં ફસાયેલા એક મહાકાય ડુક્કરે અચાનક ફાંસામાંથી છટકીને તેમની ઉપર હુમલો કર્યો હતો.હુમલામાં ડુક્કરે તેમને જમીન ઉપર પાડી દઈ જમણા હાથ અને હથેળી તથા બંન્ને પગ ઉપર બચકાં ભરી લોહી-લુહાણ કરી ડુક્કર સીમમાં નાસી ગયું હતું.

ડુક્કરનો શિકાર પણ થાય છે

રાકેશ પટેલે હોસ્પિટલના બિછાનેથી કહ્યું કે, અમારા ગામની સીમમાં ઝીંગા ઉદ્યોગના અનેક તળાવો આવેલ છે. આ તળાવ ઉપર કામ કરતાં પરપ્રાંતિ મજુરો સીમમાં ડુક્કર પકડવા ફાંસા લગાવી ડુક્કરો પકડી તેનું માંસ આરોગે છે. જે પૈકી એક ફાંસામાંથી આ ડુક્કર છટકી ગયું હતું અને મારા ઉપર હુમલો કર્યો હતો. તારની વાડ લગાવવાની સરકારી યોજનાનો લાભ લેવા ખેડૂત હેકટર જમીન જરૂરી છે.

આ સમાચાર શેર કરો