પારડી/ કોલેજિયનના રેપ વિથ મર્ડર કેસમાં ખૂંખાર સિરિયલ કિલરને ઝડપનારી ટીમનું સન્માન
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાળા ગામમાં રહેતી આત્મનિર્ભર યુવતી 14 નવેમ્બરના રોજ બપોરે ટ્યુશ

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાળા ગામમાં રહેતી આત્મનિર્ભર યુવતી 14 નવેમ્બરના રોજ બપોરે ટ્યુશનથી ઘરે પરત ફરી રહી હતી. રેલવે ટ્રેક પાસે એક હવસખોરે યુવતીને ટાર્ગેટ કરી હતી. અને ત્યાંથી પીછો કરી આંબાવાડી નજીક યુવતી પહોંચતા યુવતીનું ગળું દબાવી હત્યા કતી હતી. તે કેસમાં વલસાડ જિલ્લાની પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડવા ભારે જહેમત ઉઠાવી હતી. જે દરમ્યાન મોતીવાળા ગામ ના સરપંચે આરોપીને ઝડપી પાડનાર વ્યક્તિને 51 હજારના ઈનામની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ કાળજાના કટકા સમી દીકરીની પિતાએ કરી હત્યા, સુરતમાં ઘરકામ બાબતે ઝઘડો થતાં ઉતારી મોતને ઘાટ
જાંબાઝોનું સન્માન
GRPના જવાનોને મળેલી બાતમીના આધારે 23મી નવેમ્બરની રાત્રે બાંદ્રા-ભુજ ટ્રેનમાં આરોપી વાપી સ્ટેશન આવ્યો હોવાની બાતમી મળતા વાપી GRPના હેડ કોસ્ટેબલ ચંદ્રકાન્ત ગામીત અને કોસ્ટેબલ મનોજ થોરાટ 2 જાંબાઝ જવાનોએ બાતમીના વર્ણનવાળા સિરિયલ કિલરને ઝડપી પાડ્યો હતો. વલસાડ પોલીસની ટીમને સોંપ્યો હતો. આજે મોતીવાળા ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો દ્વારા વાપી GRPના બંને જવાનોને રૂ 51 હજારનું ઇનામ સુપ્રત કર્યું હતું. મોતીવાળા ગામ અને પારડી તાલુકાના અને વાપી તાલુકાના અગ્રણીઓએ બંને પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.
શું હતી ઘટના?
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાળામાં રહેતી બી-કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની 14 નવેમ્બરના રોજ ટ્યુશન ક્લાસથી પરત ઘરે જઈ રહી હતી. જે દરમ્યાન એક યુવકે મોતીવાળા રેલવે ફાટક પાસે આવેલી આંબાવાડી નજીક યુવતી પહોંચી ત્યારે ગળું દબાવી હત્યા કરી યુવતીને ફેંકી આંબાવાડીમાં ઢસડી લઈ ગયા બાદ યુવતી ઉપર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.








