તારાપુર: પાડોશીના બાળકને મહિલાએ પીવડાવી દીધી ઝેરી દવા, ઝઘડાનો બદલો લેવા રચ્યું કાવતરું
તારાપુરના જીચકા ગામમાં સાત વર્ષના માસૂમ બાળક પર ઝેર પીવડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો ઘટના પાછળ પાડોશી

તારાપુરના જીચકા ગામમાં સાત વર્ષના માસૂમ બાળક પર ઝેર પીવડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો ઘટના પાછળ પાડોશી સાથેના ઝઘડાની અદાવત હોવાનું જાણવા મળ્યું છે, જેમાં આરોપી મહિલાએ બાળકને નિશાન બનાવ્યું હોવાનું કહેવાય છે.
પાડોશીના ઘરમાંથી સોનાની બંગડી ગુમ થવા બાબતે બાળકના પિતા પર આક્ષેપ
મળતા અહેવાલ પ્રમાણે પાડોશીના ઘરમાંથી સોનાની બંગડી ગુમ થવા બાબતે બાળકના પિતા પર આક્ષેપ થયો હતો. આક્ષેપ કરનાર મહિલા ખોટી ઠરતા તેણીના પતિએ જાહેરમાં થપ્પડ મારી હતી.
ઝઘડાની અદાવત રાખી પાડોશી મહિલાએ બાળકને ઝેરી દવા પીવડાવી
બાળકની માતા અને પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો.ઝઘડાની અદાવત રાખી પાડોશી મહિલાએ બાળકને ઝેરી દવા પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની તપાસ તારાપુર પોલીસ દ્વારા ગંભીરતાપૂર્વક શરૂ કરવામાં આવી છે, અને આરોપી હેતલબેન રાજુભાઈ પટેલ પર મારામારી અને હત્યાના પ્રયાસના આરોપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.






