Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Ukai Dam level increased, dam filled 72.43 percent

Tapi News: ઉકાઈ ડેમની સપાટીમાં વધારો, 72206 ક્યુસેક પાણની આવકથી ડેમ 72.43 ટકા ભરાયો

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Tapi News: ઉકાઈ ડેમની સપાટીમાં વધારો, 72206 ક્યુસેક પાણની આવકથી ડેમ 72.43 ટકા ભરાયો
સોર્સ : GSTV

છેલ્લા બે ત્રણ દિવસથી ફરીથી મેઘરાજાની સવારી આવી પહોંચી છે. સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે ડેમની સપાટીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 333.94 ફૂટ પર પહોંચી ગઈ છે. જેથી ડેમમાં હાલ 72.43 ટકા લાઈવ સ્ટોરેજ છે. 

App Store

ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક

ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના પગલે ડેમમાં 72206 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમમાંથી 14525 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં લાઈવ સ્ટોરેજ  4874.55 MCM  (72.43%) છે. વર્તમાન કેપિસિટી ડેમની 5558.94 MCM (74.98%) છે. હાલ ડેમનું ઓગસ્ટ માસનું રૂલ લેવલ 335 ફૂટ છે. જ્યારે હાલની સપાટી 333.94 ફૂટ છે.

કોઝ વે બંધ કરાયો

ઉકાઈ ડેમમાંથી પાણી કાકરાપારમાં આવી રહ્યું છે. જેથી કાકરાપારની સપાટી 159.90 ફૂટ પહોંચી ગઈ છે. મોતિચેરનું લેવલ 53 ફૂટ છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી સુરતના સિંગણપોર વિયર કમ કોઝવેનું લેવલ 5.98 મીટર પહોંચી ગયું છે. જેથી વાહનવ્યવહાર માટે ફરીથી કોઝ વેને બંધ કરવામાં આવ્યો છે.

ટોપિક્સ:ukai daminflowoutflow