VIDEO: Tapiના ધારાસભ્યનો ‘લેટર બોમ્બ’,વાલોડ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
સોર્સ : GSTV
તાપી જિલ્લાના ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયાએ જિલ્લા એસપી ને પત્ર લખી વાલોડ પોલીસ પર મારામારી કરનાર તત્વોને પ્રોત્સાહિત કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે આદિવાસી પંચના નામે બિનઅધિકૃત પંચ રચી, આરટીઆઈ દ્વારા તથા ધાકધમકી આપી પૈસા ઉઘરાવતા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. ગત 9 ઑગસ્ટે બુહારી ખાતે પોલીસની હાજરીમાં બે વ્યક્તિઓ વચ્ચે થયેલા ઝોલઝપાટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જાહેરમાં અપશબ્દો બોલતા અને ઝઘડો કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ધારાસભ્યે કરી છે.ધારાસભ્યના પત્રમાં આ પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે પોલીસ આવા મારામારી કરનાર તત્વોને પ્રોત્સાહિત કરી રહી છે.

