Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Innocent victim of DGVCL's negligence death villagers

VIDEO: Tapiમાં DGVCLની બેદરકારીનો નિર્દોષ બન્યા ભોગ, ખેડૂતના મોતથી ગ્રામજનોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલદા ગામની સીમમાં ખેતરમાં થયેલી દુર્ઘટનામાં એક ખેડૂતનું મોત નિપજ્યું છે. ખેતરમાં પડેલા જીવંત વીજ તારના સંપર્કમાં આવતા ખેડૂતને વીજ કરંટ લાગી ગયો હતો. મૃતકની ઓળખ સુભાષ તુબડુંભાઈ પટેલ તરીકે થઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે DGVCLના નિઝર ડિવિઝનમાં વારંવાર રજુઆત કર્યા છતાં પણ વીજલાઈનનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે આ દુર્ઘટના બની છે. ઘટનાની જાણ થતાં નિઝર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે. આ બનાવને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store
ટોપિક્સ:tapi districtdgvcldeath