Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : MLA Mohan Dhodiya writes a letter to the Collector

Tapi News: MLA મોહન ઢોડિયાએ કલેક્ટરને લખ્યો પત્ર, 73AA જમીન પરવાનગીઓ અંગે ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Tapi News: MLA મોહન ઢોડિયાએ કલેક્ટરને લખ્યો પત્ર, 73AA જમીન પરવાનગીઓ અંગે ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો
સોર્સ : GSTV

તાપી જિલ્લાના વાલોડ-મહુવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયાએ તાપી જિલ્લાના કલેક્ટરને એક મહત્વપૂર્ણ પત્ર લખ્યો છે, જેમાં તેમણે 73AA હેઠળના જમીન વેચાણ અંગે સંકલન સમિતિની મંજૂરી અને પ્રક્રિયા પર અનેક સવાલો ઉઠાવ્યા છે.પત્રમાં ધારાસભ્ય ઢોડિયાએ કુલ 7 મુદ્દાઓને આવરી લેતાં 73AAની કામગીરીમાં પારદર્શિતા અંગે શંકા વ્યક્ત કરી છે. 

App Store

પારદર્શક અને સંવેદનશીલ દ્રષ્ટિકોણ નિર્ણય

ખાસ કરીને એ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે, તાપી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં કેટલી 73AA અને નિયંત્રિત સત્તા પ્રકારની જમીનોના વેચાણ માટે બિનઆદિવાસી વ્યક્તિઓને પરવાનગીઓ આપવામાં આવી છે? તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, આ મુદ્દા તાપી જિલ્લાના આદિવાસી સમુદાયને સીધા સ્પર્શે છે અને આ માટે પારદર્શક અને સંવેદનશીલ દૃષ્ટિકોણથી નિર્ણય લેવો જરૂરી છે. 

સંબંધી કામગીરી પર નવી ચર્ચાની સંભાવના

ધારાસભ્યના કહેવા મુજબ, આ વિષય માત્ર વ્યવસાયિક નથી, પરંતુ આદિવાસી અધિકાર, જમીન સુરક્ષા અને ન્યાયના મુદ્દાઓ સાથે જોડાયેલો છે. આ પત્રના આધારે હવે તાપી જિલ્લામાં 73AA સંબંધી કામગીરી પર નવી ચર્ચા શરૂ થવાની સંભાવના છે, તથા કલેક્ટર કચેરી પાસેથી આ અંગે સ્પષ્ટતા અપાય તેવી માંગ પણ ઉભરી છે.

ટોપિક્સ:tapicollectormohan dodiya mla