Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : School in isolated village locked without students

VIDEO: Tapiના અલગટ ગામની વિદ્યાર્થી વગરની શાળાને તાળા, ગ્રામજનોએ ફરીથી બાળકો વધે તેવી કરી માગ

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અલગટ ગામના જવાહર ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાને તાજેતરમાં તાળું મારવામાં આવ્યું છે. શાળામાં એકપણ વિધાર્થી હાજર ન હોવાથી શિક્ષણ અધિકારીએ તાત્કાલિક શાળાને બંધ કરવાના આદેશ આપ્યા હતા. શાળામાં બે શિક્ષકો નિયુક્ત હતા, પરંતુ લાંબા સમયથી કોઈ વિધાર્થી નોંધાયેલો ન હોવાથી શાળાનું સંચાલન ખાલી ડૉક્યુમેન્ટ પર ચાલી રહ્યું હતું. આ અંગે જાણ થતાં શિક્ષણ વિભાગે કાર્યવાહી કરતા શાળાને બંધ કરી દેવામાં આવી છે.બીજી તરફ, ગામના રહીશો અને વાલીઓએ શાળાને બંધ ન કરવાની માંગ ઉઠાવી છે. તેમનો દાવો છે કે હાલના સમયમાં સંખ્યા ઓછી હોઈ શકે પણ યોગ્ય પ્રયાસો કરવામાં આવે તો ફરીથી બાળકોની સંખ્યા વધારી શકાય છે. તેમણે શાળાનું પુનઃચાલુ કરવાની માગ સાથે શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરવાની તૈયારી બતાવી છે.હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ ગ્રામજનોની માંગને અનુરૂપ કોઈ નિર્ણય લે છે કે નહીં.

App Store
ટોપિક્સ:tapivalodschool