તાપી જિલ્લાના ડોલવણમાં SOGએ પકડ્યો નકલી ડોક્ટર
ગુજરાતમાં ખ્યાતિ કાંડની ઘટના બનતા જાણે આરોગ્ય ખાતામાં અનિતિ ફેલાવનારાનો રાફડો ફાટ્યો તેમ ઘટનાઓ સામે આવે

ગુજરાતમાં ખ્યાતિ કાંડની ઘટના બનતા જાણે આરોગ્ય ખાતામાં અનિતિ ફેલાવનારાનો રાફડો ફાટ્યો તેમ ઘટનાઓ સામે આવે છે. તાજેતરમાં મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લાની એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચે ડોલવણના ઘાણી ગામેથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે સોમનાથ પટેલ નામના ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે.
અમરેલી: ધારીમાંથી ડિગ્રી વગરનો નકલી ડોક્ટર રંગે હાથ ઝડપાયો, સંખ્યાબંધ દર્દીઓની કરી નાખી છે સારવાર
ઘાણી ગામે ડુંગરી ફળિયામાં ભાડેથી મકાન રાખી આ સોમનાથ પટેલ નામક નકલી ડોક્ટર બીમાર લોકોને એલોપેથિક દવા આપી સારવાર કરતો હતો. એસ.ઓ.જી પોલીસે એલોપેથિક દવાઓ તથા મેડિકલને લગતા સામાનનો જથ્થો કબજે લઈ કુલ રુપિયા 2,792નો મુદ્દામાલ કબજે કર્યો હતો.અમરેલી SOGને બોગસ ડોક્ટર અંગે બાતમી મળી
આવી જ એક ઘટના અમરેલીમાં બની હતી જેમાં અમરેલી SOGને બોગસ ડોક્ટર અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે શખ્સને દબોચ્યો હતો. શખ્સ પાસેથી કોઈપણ ડિગ્રી મળી આવી નહોંતી, અને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો.
આ પણ વાંચો : PMJAY કાર્ડની લિમિટ પુરી થતાં ખાનગી હોસ્પિટલે વધુ સારવારની ના પાડી, આખરે વૃદ્ધનું મોત
અમરેલી SOGએ આ શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. છેલા ઘણા સમયથી ગીર ગ્રામ્ય વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને દવાઓ આપતો હતો. આ શખ્સની ઓળખ ભાર્ગવ રાજુભાઇ ડાભી તરીકે થઈ છે. શખ્સને લોકો બાબરીયા સાહેબ તરીકે ઓળખતા હતા. તબીબની પોલીસ ઝીંણવટપૂર્ક તપાસ કરી રહી છે.






