Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Bribery case registered against female DySP-Head Constable

Tapi News: મહિલા DySP-હેડ કોન્સ્ટેબલ સામે લાંચનો ગુનો દાખલ, ધરપકડ ન કરવાના નામે માગ્યા હતા 4 લાખ

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Tapi News: મહિલા DySP-હેડ કોન્સ્ટેબલ સામે લાંચનો ગુનો દાખલ, ધરપકડ ન કરવાના નામે માગ્યા હતા 4 લાખ
સોર્સ : GSTV

તાપી જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરી છે. એટ્રોસિટી અને દહેજ પ્રતિબંધક કાયદા હેઠળ દાખલ થયેલા કેસમાં કાર્યવાહી ન કરવા બદલ લાંચની માગણી કરવામાં આવી હતી.હાલ આ કેસની તપાસ અમદાવાદ ACBની ટીમ કરી રહી છે. અમદાવાદ એસીબીની ટીમ દ્વારા વોઇસ રેકોર્ડિંગ સહિતના અન્ય પુરાવા સાથે કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ACBની ટીમ dysp અને હેડ કોન્સ્ટેબલની ધરપકડ બાદ આ આખો કેમ વ્યારા ACBને સોંપશે.

App Store

1.50 લાખ લાંચ નક્કી થયેલી

એસસી-એસટી સેલના DySP નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામીત દ્વારા શરૂઆતમાં 4 લાખની માગણી કરવામાં આવી હતી. વાટાઘાટ બાદ આ રકમ 1.50 લાખ નક્કી થઈ હતી.ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. આજે 20 ઓગસ્ટ 2025ના રોજ કાકરાપાર પોલીસ સ્ટેશન નજીક એલ એન્ડ ટી કોલોની બહાર જાહેર રસ્તા પર છટકું ગોઠવવામાં આવ્યું હતું.

નાણા લીધા વગર ભાગી ગયો કોન્સ્ટેબલ

છટકા દરમિયાન હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ખાનગી વાહનમાં લાંચ લેવા આવ્યા હતા. જો કે, તેમને શંકા જતાં નાણાં લીધા વગર જ ભાગી ગયા હતા. આ ઘટનાને પગલે અમદાવાદ ACBની ટીમે DySP અને હેડ કોન્સ્ટેબલ સામે લાંચનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

ટોપિક્સ:vyaradysp nikita shiroyabribery