મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાઘ-ડોલ્ફિન-ઘડિયાળની ચર્ચા, પણ સાવજના પંથકમાં તેના માટે જ ડિંગો!, ગીર માટે કોઈ નવી ભેટ જાહેરાત જ ન કરી

વડાપ્રધાનનો સાસણ ગીરનો પ્રવાસ પૂર્ણ થયા પછી પણ તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. વડાપ્રધાનની જ્યા

વાઘ-ડોલ્ફિન-ઘડિયાળની ચર્ચા, પણ સાવજના પંથકમાં તેના માટે જ ડિંગો!, ગીર માટે કોઈ નવી ભેટ જાહેરાત જ ન કરી

વડાપ્રધાનનો સાસણ ગીરનો પ્રવાસ પૂર્ણ થયા પછી પણ તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. વડાપ્રધાનની જ્યાં મુલાકાત હોય ત્યાં તેમના દ્વારા સામાન્ય રીતે કંઈક નવીન યોજના કે નવી કોઈ જાહેરાત થતી હોય અથવા તો મહત્તવનાં કોઈ કામ માટે મોટી ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. પરંતુ ગીરની મુલાકાત સમયે આવું કંઈ ન થયું.

 નરેન્દ્ર મોદી 18 વર્ષ પછી ગીરની મુલાકાતે આવ્યા

સાસણ ગીરમાં આવીને વડાપ્રધાને ડોલ્ફિન, ઘડિયાળ, વાઘની વાત કરી હતી, પરંતુ સાવજના ઘર એવા સાસણમાં સિંહ માટે કોઈ નવી વાત ન થતાં લોકોની અપેક્ષા ફળી નહીં અને નારાજગી વ્યાપી છે. નરેન્દ્ર મોદી 18 વર્ષ પછી ગીરની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાનના આગમનથી લઈ તેમની મુલાકાત પૂર્ણ થઈ ત્યાં સુધી ગીર પંથકના લોકોને તથા સિંહ પ્રેમીઓને મોટી આશા હતા કે PM મોદી ગીર આવે છે કો સિંહો માટે નવી કોઈ યોજના જાહેર કરશે, જેનાથી સિંહ, ગીર અને સ્થાનિકોને મોટો ફાયદો થશે,.

વાઘ-ડોલ્ફિન-ઘડિયાળની ચર્ચા

આ ઉપરાંત મોટી આશા એ હતી કે પ્રોજેક્ટ લાયન અંગે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવશે, તેવું કંઈપણ ન થયું. વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને અને એ પણ સિંહોના અંતિમ નિવાસ્થાન એવા ગીરના વડામથક સાણસમાં નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની બેઠક હતી,તેમાં પણ અન્ય વન્યપ્રાણી કે અન્ય વન્ય વિસ્તાર કરતા વધુ વાત ગીરની અને સિંહની થશે એવી સાહજિક અટકળો પ્રવૃર્તિ હતી.

સાવજના પંથકમાં તેના માટે જ ડિંગો

પરંતુ ગીરમાં જ સિંહોને બદલે અન્ય વન્યપ્રાણીઓની યોજનાકીય બાબતો વિશે વાત થઈ હતી. જ્યારે લોકેની અપેક્ષા મુજબ સિંહો અંગે કોઈ નવી વાત ન આવી. વન વિભાગે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને મોટી અપેક્ષા હતી.કાર્યક્રમ દરમિયાન સિંહોનાં સંરક્ષણ-સંવર્ધન માટે મોટી ગ્રાન્ટની જાહેરાત થશે પરંતુ તેવું ન થતાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં પણ અંદરો-અંદર ચર્ચાઓ થઈ હતી. 

આ સમાચાર શેર કરો