VIDEO : સફાઈ અભિયાનની વાતો, સફાઈ કર્મચારી પ્રત્યે લાપરવાહી
સુરેન્દ્રનગરમાં સ્વચ્છતા અભિયાન વચ્ચે નેતાઓ અને અધિકારીઓની માનવતા મરી પરવારી હોય તેવો ઘાટ સ
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
સુરેન્દ્રનગરમાં સ્વચ્છતા અભિયાન વચ્ચે નેતાઓ અને અધિકારીઓની માનવતા મરી પરવારી હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરના 80 ફૂટ રોડ પર ફરજ બજાવતા નગરપાલિકાના કાયમી સફાઈ કર્મચારી લાભુબેનની તબિયત અચાનક લથડતા તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, જે તે સમયે હોસ્પિટલ પરિસરમાં અનેક નેતાઓ અને અધિકારીઓ સફાઈના કાર્યક્રમમાં વ્યસ્ત હતા, પરંતુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી મહિલા કર્મચારીની ખબર અંતર પૂછવાની પણ કોઈએ તસ્દી લીધી નહોતી. શહેરને સ્વચ્છ રાખતા કર્મચારીઓ પ્રત્યે તંત્રની આ બેદરકારી અને સંવેદનહીનતાને પગલે પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.