મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો; OPDમાં 500થી વધુ દર્દીઓ નોંધાયા

સુરેન્દ્રનગર શહેરમાં દૂષિત અને ફિલ્ટર કર્યા વગરના પાણીના વિતરણને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છ

સુરેન્દ્રનગર શહેરમાં દૂષિત અને ફિલ્ટર કર્યા વગરના પાણીના વિતરણને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. શહેરમાં ઝાડા-ઊલટી, કૉલેરા, તાવ, શરદી, ઉધરસ અને મેલેરિયાના કેસોમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે રજાના દિવસે પણ સિવિલ હોસ્પિટલ બહાર દર્દીઓની કલાકો સુધી લાંબી લાઈનો જોવા મળી રહી છે. માત્ર ગણતરીના કલાકોમાં જ સિવિલની OPDમાં ૫૦૦થી વધુ દર્દીઓ નોંધાતાં તંત્ર દોડતું થયું છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે રજા પર ગયેલા તમામ તબીબોને તાત્કાલિક ફરજ પર પરત બોલાવી લેવાયા છે અને દર્દીઓની સઘન સારવાર શરૂ કરાઈ છે. શહેરીજનોને શુદ્ધ પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહેલા વહીવટી તંત્ર સામે હવે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો