મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હિંમતનગરમાંથી તલાટી અને સુરેન્દ્રનગરમાંથી નાયબ ઇજનેર લાંચ લેતા ઝડપાયો

ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતના કેસ સતત વધી રહ્યા છે. સાબરકાંઠામ

હિંમતનગરમાંથી તલાટી અને સુરેન્દ્રનગરમાંથી નાયબ ઇજનેર લાંચ લેતા ઝડપાયો

ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતના કેસ સતત વધી રહ્યા છે. સાબરકાંઠામાં જિલ્લામાં ACBની વધુ એક ટ્રેપ સફળ બની છે જેમાં વધુ એક લાંચિયો તલાટી ઝડપાયો છે. હિંમતનગરના ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયો છે.

બોરીયા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો

રૂપિયા દસ હજારની લાચ લેતા તલાટી કમ મંત્રી સામે ACBએ કાર્યવાહી કરી છે. દિનેશકુમાર રમેશભાઈ પટેલ બોરીયા ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ પર હતો. હિંમતનગરના મહાકાળી મંદિર રોડ પર આવેલ અંજલી પાર્ક સોસાયટી પાસે પૈસા લેતા રંગે હાથે ઝડપ્યો છે. ફરિયાદીના રહેણાંક મકાનનો નમુના નંબર 2 કાઢવા તલાટીએ લાંચ માંગી હતી.

સુરેન્દ્રનગરમાં નાયબ ઇનજનેર લાંચ લેતા ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCLના નાયબ ઇજનેર પરેશ પંચાલ લાંચ લેતા ઝડપાયો છે.  ખેતરમાં વીજ કનેક્શન આપવા મુદ્દે 5 હજારની લાંચ મંગાવામાં આવી હતી. સમગ્ર મામલે સુરેન્દ્રનગર ACBએ સફળ ટ્રેપ ગોઠવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામા ગણતરીના દિવસોમાં બે અધિકારી ACBની લપેટમાં આવી ગયા.

ગઈકાલે ડાંગ જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારી લાંચ લેતા ઝડપાયો

સુબીર તાલુકા પંચાયત કચેરી, જિ.ડાંગ ખાતે તાલુકા વિકાસ અધિકારી, વર્ગ-૨ તરીકે ફરજ બજાવતા મહેન્દ્રકુમાર બાલુભાઈ હાથીવાલા રૂ. 6000 ની લાંચ લેતા ઝડપાયો હતો. 15માં નાણાંપંચ વર્ષ 2023 -24 અંતર્ગત મંજુર થયેલ પેવર બ્લોક બેસાડવાની કામગીરી કરેલ હોય જે બાબતે એમ.બી બુક તથા બિલમાં સહી કરવા માટે તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હથિવાળાએ ફરિયાદી પાસે રૂપિયા 6000 ની લાંચ માંગી હતી. સમગ્ર મામલે વલસાડ ACBએ ટ્રેપ ગોઠવી હતી. TDO મહેન્દ્રકુમાર બાલુભાઈ હાથીવાલા 6000 ની લાંચ લેતા તાલુકા પંચાયત ખાતે રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

આ સમાચાર શેર કરો