આણંદના બિલ્ડર સાથે 3.22 કરોડની ઠગાઈ આચરનાર સુરતનો સ્વામી પોલીસની પકડમાં, બે દિવસના રિમાન્ડ પર
આણંદના બિલ્ડરને કચ્છના રવા ગામમાં સસ્તા ભાવે જમીન આપવાની લાલચ આપીને 3.22 કરોડની ઠગાઈ આચરી હતી. આ મામલે બિલ્ડર જીગ

આણંદના બિલ્ડરને કચ્છના રવા ગામમાં સસ્તા ભાવે જમીન આપવાની લાલચ આપીને 3.22 કરોડની ઠગાઈ આચરી હતી. આ મામલે બિલ્ડર જીગર પટેલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે સુરતના સ્વામી વિવેકસાગરની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના સ્વામીએ કચ્છના રવા ગામમાં 160.47 એકર જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપીને આણંદના બિલ્ડર સાથે 3.22 કરોડની ઠગાઈ આચરી હતી. આ મામલે બિલ્ડરે ગત ઓગસ્ટ માસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર મામલે પોલીસે સુરતના સ્વામી વિવેકસાગરની પનોલી આશ્રમમાંથી ધરપકડ કરી હતી. પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ચિખોદરાના સ્વામી દર્શન પ્રિયદાસ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે. તો રાજકોટના વિક્રમસિંહ ડાભી પણ કૌભાંડમાં સામેલ છે.






