અમદાવાદ ખાતે આવેલી JG ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાશે 'સ્વધા-ધ JGIS ફેસ્ટ'
અમદાવાદમાં JG ઇન્ટરનેશનલ સ્કૂલ (JGIS) ખાતે 19 જુલાઇએ 'સ્વધા-ધ JGIS ફેસ્ટ'નું આયોજન

અમદાવાદમાં JG ઇન્ટરનેશનલ સ્કૂલ (JGIS) ખાતે 19 જુલાઇએ 'સ્વધા-ધ JGIS ફેસ્ટ'નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાહિત્ય,ટેકનોલોજી, કલા અને રમતગમતનો એક ઇન્ટર-સ્કૂલ ફેસ્ટિવલ યોજાશે.
JG ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાશે 'સ્વધા-ધ JGIS ફેસ્ટ'
અમદાવાદમાં JG ઇન્ટરનેશનલ સ્કૂલ (JGIS)ઇન્ટરનેશનલ બાકાલોરિયેટ ડિપ્લોમા પ્રોગ્રામ (IBDP), કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ (IGCSE, AS & A લેવલ્સ), તથા ભારતીય અભ્યાસક્રમો (ICSE/ISC) રજૂ કરતી ઉત્તમ સ્કૂલ છે. આ સ્કૂલમાં સ્વધાના નામે સાહિત્ય,ટેકનોલોજી, કલા અને રમત ગમતનો એક ઇન્ટર-સ્કૂલ ફેસ્ટિવલ યોજવામાં આવશે.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ઉદ્દેશ્ય રાખીને સ્વધા વિવિધ પ્રકારની સ્પર્ધાઓ માટે એક વ્યાપક પ્લેટફોર્મ આપશે. જેમાં, કાવ્યપઠન, ડિજિટલ લોગો ડિઝાઇનિંગ, પોસ્ટર ડિઝાઈનિંગ જેવી ક્રિએટિવ તથા માઇન્ડ મેરાથોન અને પેનલ્ટી શૂટઆઉટ, બાસ્કેટબોલ ફ્રી થ્રો, ટેબલ ટેનિસ, કરાટે અને ચેસ જેવી એનર્જેટિક રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, એક અનોખી ડિઝાઇન થિંકિંગ ચેલેન્જ પણ યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ સર્જનાત્મકતાના આધાર પર વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ માટે આઇડિયા અને પ્રોટોટાઇપ તૈયાર કરશે.
સ્વધા માત્ર સ્પર્ધા નથી પણ તે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને ઉજવશે. સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ધોરણ 3થી 12 સુધી વિવિધ ગ્રુપમાં તેમની શાળાનું પ્રતિનિધિત્ત્વ કરશે. JGIS વિદ્યાર્થીઓને સ્વતંત્ર વિચારક, ભાવી આગેવાન અને વૈશ્વિક નાગરિક તરીકે ઊભા કરવા માટે પ્રતિબદ્ધ છે.








