થાનના ગોડાઉનમાં ગણતરીના કલાકોમાં બે વાર 'શંકાસ્પદ' આગ, ઘટનાસ્થળે ફાયર સેફટી અને CCTVનો અભાવ
ગઈ કાલે સુરેન્દ્રનગરના થાનમાં આવેલા ગોડાઉનમાં બે વખત આગ લાગી હતી. જેમાં 50 હજાર કિલો મગફ

ગઈ કાલે સુરેન્દ્રનગરના થાનમાં આવેલા ગોડાઉનમાં બે વખત આગ લાગી હતી. જેમાં 50 હજાર કિલો મગફળી બળીને ખાખ થઈ જવા પામી હતી. વિપક્ષે સરકારનું કોઈ મોટું કૌભાંડ હોવાના આક્ષેપ કર્યા હતા.
10 કલાકમાં જ લાગી બીજી આગ
સુરેન્દ્રનગરના થાનમાં આવેલા ગોડાઉનમાં ગઈ કાલે સવારે આગ લાગી હતી. જેની પર કાબુ મેળવ્યા બાદ માત્ર 10 કલાકમાં જ બીજી આગ ફાટી નીકળી હતી. જેમાં લગભગ 50 હજાર કિલો મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી. થાનમાં મગફળી માટે ભાડે રાખેલ ગોડાઉનમાં 300 કિમી દૂરથી 20 મંડળીઓ દ્વારા મગફળીઓ ઠાલવવામાં આવતી હતી. એટલું જ નહીં પરંતુ જુનાગઢ, જામનગર અને રાજકોટની મગફળીઓ પણ થાનમાં ભાડે રાખવામાં આવેલ ગોડાઉનમાં મૂકવામાં આવી હતી.
સરકારનું કૌભાંડ હોવાનો વિપક્ષનો આક્ષેપ
ગણતરીના કલાકોમાં જ બીજી આગ લાગતાં અને આટલા દૂરથી ટેકાના ભાવે ખરીદેલ મગફળીઓ કેમ થાન ગોડાઉનમાં જ મૂકવામાં આવી તવો એક સળગતો સવાલ સાથે વિપક્ષે તંત્ર પર હલ્લાબોલ કર્યો છે. સાથે જ આ આગ જાણીજોઈને લગાડી હોવાનો ગંભીર આક્ષેપ પણ વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. 20 હજાર મેટ્રિક ટન મગફળી ગોડાઉનમાં રાખવામાં આવી હોવાનો ધડાકો થયો છે. તેમજ ગોડાઉન પર થી વીજ લાઇન પસાર થતી હતી ત્યારે આ ગોડાઉન ભાડે કેમ રાખવામાં આવ્યું તે પણ તપાસનો વિષય બન્યો છે. વિપક્ષના ગંભીર આક્ષેપો બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
ગોડાઉન ભાડે લેતા સમયે પ્રિકોશનના નિયમોને નેવે મુકાયા
તપાસ બાદ પ્રાંત અધિકારીએ જણાવ્યું કે, " ગોડાઉન ભાડે લેતા સમયે પ્રિકોશન નિયમોને ધ્યાનમાં જ લેવામાં નહોતા આવ્યા. વીજ લાઇન પસાર થતી હતી તેના નીચે ગોડાઉન હતું તે બની શકે જ નહીં. CWCના નિયમોનું પણ થયું છે ઉલ્લંઘ. જ્યાં 4 જિલ્લાની 20થી વધુ મંડળીઓની મગફળી રાખવામાં આવી હતી તે ગોડાઉનમાં CCTV અને કોઈ પણ જાતની ફાયર સેફટી જ નહોતી."
50 કરોડથી વધુની મગફળીનો ગોડાઉનમાં સંગ્રહ
રાજસ્થાનની મગફળી થાન સહિત સૌરાષ્ટ્રના ગોડાઉનમાં મુકવામાં આવી હોવાનો વિરોધ પક્ષ દ્વારા આરોપ લગવાવમાં આવ્યો છે. વધુમાં આખેપો લગાવતા કહ્યું કે, "ગુજરાત અને રાજસ્થાનની મગફળીમાં પ્રતિ મણ 500 રૂપિયાનો ભાવ ફેર હોય છે. જેમાં 50 કરોડથી વધુની મગફળી ઘૂસાડવામાં આવી છે" આ સમગ્ર બાબતે હાલ ગુનો દાખલ કરવા અંગેની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે.








