મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરની સબજેલમાં કેદીનું શંકાસ્પદ મોત, આપઘાત કર્યાની આશંકા

Suspicious death of prisoner in Surendranagar sub jail | સુરેન્દ્રનગરની સબજેલ ફરી વિવાદમાં સંડપાઈ છે. સુરેન્દ્રનગર સબજેલમાં હત્યા ગુનામાં સજા કાપી રહે

સુરેન્દ્રનગરની સબજેલમાં કેદીનું શંકાસ્પદ મોત, આપઘાત કર્યાની આશંકા

સુરેન્દ્રનગરની સબજેલ ફરી  વિવાદમાં સંડપાઈ છે. સુરેન્દ્રનગર સબજેલમાં હત્યા ગુનામાં સજા કાપી રહેલા આરોપી ભાવુ બાવળીયાનું શંકાસ્પદ મોત થયું છે. આ કેદીનું મોત ક્યા કારણે થયું એ હજુ પણ અકબંધ છે. કેદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો : સુરેન્દ્રનગરથી મોટા સમાચાર - ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટે આપ્યું રાજીનામું

એક આશંકા એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કેદીએ કોઈ ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જો કે કેડીના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ જ સામે આવશે. 

સુરેન્દ્રનગરની  સબજેલમાં આમ પણ સંખ્યા કરતાં વધુ કેદીઓને રાખવામાં આવે છે. કેદીના શંકાસ્પદ મોતથી તેના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો