મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરતમાં ફર્નિચર કોન્ટ્રાક્ટરનું શંકાસ્પદ મોત

સુરતના ઉમરા પોલીસ મથક હેઠળના સીટી લાઈટ વિસ્તારમાં એક ફર્નિચર કોન્ટ્રાક્ટરનું શંકાસ્પદ મોત નીપજતાં ચકચાર મચ

સુરતના ઉમરા પોલીસ મથક હેઠળના સીટી લાઈટ વિસ્તારમાં એક ફર્નિચર કોન્ટ્રાક્ટરનું શંકાસ્પદ મોત નીપજતાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ ૪૦ વર્ષીય મંગેશ સુતાર તરીકે થઈ છે, જેઓ મૂળ રાજસ્થાનના ઉદયપુરના વતની હતા અને પાંડેસરામાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ સીટી લાઈટ વિસ્તારમાં એક સાઈટ પર ફર્નિચર કોન્ટ્રાક્ટનું કામ કરી રહ્યા હતા.મૃતકના પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે કે, મંગેશભાઈને સાઈટ પરથી ધક્કો મારીને નીચે ફેંકી દેવામાં આવ્યા છે. પરિવારે પૈસાની લેતી-દેતી અને જબરદસ્તી કામ કરાવવાના મુદ્દે હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. મૃતક પોતાના પાછળ પત્ની અને બે દીકરીઓને વિલાપ કરતા છોડી ગયા છે. હાલ ઉમરા પોલીસે પરિવારના આક્ષેપોના આધારે ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો