Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Surat Municipal Corporation's big claims about pre-monsoon exposed

VIDEO: પ્રિ-મોન્સૂન ના મોટા-મોટા દાવા કરતી સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ચોમાસા પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવા કરતી સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે! સુરતના જાણીતા અને પોશ ગણાતાઅડાજણ વિસ્તારમાંથી તંત્રની ગંભીર બેદરકારીનો એક વીડિયો સામે આવ્યો છે.અડાજણમાં પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં અચાનક એટલું પ્રચંડ ભંગાણ સર્જાયું કે જાણે ભૂકંપ આવ્યો હોય તેમ પાકો ડામરનો રોડ તોડીને પાણી બહાર ધસી આવ્યું હતું. રસ્તા પર જાણે પાણીની નદી વહેવા લાગી હતી અને લાખો લીટર શુદ્ધ પાણીનો બગાડ થયો હતો. સ્માર્ટ સિટીના દાવા વચ્ચે હજી તો ચોમાસું બેઠું નથી, ત્યાં જ સુરત મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે!

App Store
ટોપિક્સ:gstv newssuratpre-monsoon