મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : Vadodaraના અલાદપુરામાં ફાર્મ હાઉસમાંથી યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો

વડોદરાના વરણામા પાસે આવેલા અલાદપુરા ગામમાં ભુપેન્દ્ર પટેલના ફાર્મ હાઉસમાંથી રાજેન્

વડોદરાના વરણામા પાસે આવેલા અલાદપુરા ગામમાં ભુપેન્દ્ર પટેલના ફાર્મ હાઉસમાંથી રાજેન્દ્ર ઠાકોર નામના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ વરણામા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક વિગતો મુજબ સામાન્ય સિંગલ ફેસને બદલે ઝટકા મશીનના તારમાં થ્રી-ફેસનો હાઈ વોલ્ટેજ કરંટ હોવાને કારણે આ દુર્ઘટના બની હોવાની ચર્ચાઓ જાગી છે. આ મામલે યુવકની હત્યા થઈ છે કે આત્મહત્યા તે રહસ્ય હજુ અકબંધ છે, ત્યારે પરિવારજનોએ આ ઘટનામાં કોઈ કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી નિષ્પક્ષ તપાસ અને ન્યાયની ઉગ્ર માંગ કરી છે.

આ સમાચાર શેર કરો