મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં આડાસંબંધની શંકાએ પત્નીની હત્યા કરી લાશને સિમેન્ટ-કોંક્રિટથી ડ્રમમાં ચણી દીધી, દીકરીએ ખોલી નાખી પોલ

સુરતમાં થોડા દિવસો અગાઉ એક મહિલાનો સિમેન્ટ કોંક્રિટ ભરેલા ડ્રમમાંથી મૃતદેહ મળ્યો હતો.

સુરતમાં આડાસંબંધની શંકાએ પત્નીની હત્યા કરી લાશને સિમેન્ટ-કોંક્રિટથી ડ્રમમાં ચણી દીધી, દીકરીએ ખોલી નાખી પોલ

સુરતમાં થોડા દિવસો અગાઉ એક મહિલાનો સિમેન્ટ કોંક્રિટ ભરેલા ડ્રમમાંથી મૃતદેહ મળ્યો હતો. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં ડ્રમ (પીપડા)ના બેચ નંબરના આધારે તથા મૃતકની દીકરીએ ખોલેલી પોલના આધારે હત્યારા પતિને ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં આડા સંબંધની શંકામાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. 

બે દિવસ મૃતદેહ ઘરમાં રાખ્યો

ભેસ્તાન ભાણોદરા ગામની સીમમાં પાણીના નાળામાં એક ડ્રમમાંથી ગત 27 જૂને હત્યા કરાયેલી મહિલાની લાશ મળી હતી. હત્યારો પતિ પત્ની પર અનૈતિક સંબંધની શંકા કરતો હતો. ભેસ્તાન પોલીસે પતિ સંજય કરમશી પટેલ(ગોપાણી)ની ધરપકડ કરી છે. 27મી તારીખે પત્ની ઘરે હત્યા કરી પતિએ લાશને બે દિવસ સુધી પીપડામાં સિમેન્ટ ક્રોકિટનો માલ ભરી રાખી મુકી દીધી હતી. 29મી તારીખે નિકાલ કર્યા હતો. પતિએ સંતાનો અને સાળીને પત્ની ગામ ગઈ હોવાની વાત કરી હતી. 

250 સીસીટીવી તપાસાયા

ક્રાઇમબ્રાંચ અને ભેસ્તાન પોલીસ સાથે 13 ટીમો બનાવી ઘટના સ્થળેથી 7 કિલોમીટરના એરિયામાં 250 સીસીટીવી, 50થી વધુ સોસાયટી, ખોલી તેમજ 20 બાંધકામની જગ્યા તેમજ 150ની પૂછપરછ કરી હતી. આરોપી 4 દિવસ પહેલા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો. મહિલાને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પોલીસે જણાવ્યું કે, હત્યારાના સાઢુભાઈનું અવસાન થયું હતું. જેથી મૃતક મહિલા તેની બહેન પતિ અને બાળકો સાથે રહેતી હતી.

દીકરીએ ફોડ્યો ભાંડો

પોલીસે ભંગારવાળાના સીસીટીવી કેમેરાની તપાસ કરી જેમાં 25મી તારીખે હત્યારો ડ્રમ લેવા આવ્યો હતો. હત્યારો ખાલી ડ્રમ બાઇક પર ઘરે લઈ ગયો હતો. પોલીસે કેમેરાને ટ્રેક કરી તેની સોસાયટી સુધી પહોંચી હતી. પછી પોલીસે સોસાયટીના રહીશને ફોટો બતાવતા પોલીસ તેના ઘર સુધી પહોંચી હતી. મૃતક મહિલાની 7 વર્ષની દીકરીની માતા વિશે પોલીસે પૂછ્યું તો તેણે 5 દિવસથી ઘરે નથી તેમ કહ્યું હતું. પોલીસે કપડા બતાવ્યા તો તેણે માતાના હોવાની વાત કરતા હત્યાનો ભેદ ઉકેલાય ગયો હતો.

700 રૂપિયામાં ડ્રમ ખરીદયું

પાણી ભરવા પતિએ 25મી જૂને સચિનમાં ભંગારના ગોડાઉનમાંથી 700 રૂપિયામાં ડ્રમ ખરીદી લાવ્યો હતો. પછી 27મી તારીખે બપોરે કોઈ ઘરે ન હતું. આથી પતિએ પત્નીનું દુપટ્ટાથી ટૂંપો આપી હત્યા કરી હતી. ડ્રમમાં લાશને ઊંધી નાખી તેના પર સિમેન્ટ ક્રોકિટનો માલ નાખી દીધો હતો. પછી લાશને બે દિવસ સુધી ડ્રમમાં પેક કરી ઘરમાં રહેવા દીધી હતી. 29મી તારીખે 600 રૂપિયામાં ટેમ્પો ભાડે કરી 4 મજૂરોને ડ્રમ ઉઠાવવા 1 હજારની મજૂરી આપી ભાણોદરા ગામમી પાણીમાં ડ્રમ મુકી આવ્યો હતો. હત્યારાએ ચાલક અને મજૂરોને પૂજાનો સામાન ડ્રમમાં હોવાનું કહ્યું હતું.

આ સમાચાર શેર કરો