મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નાણા ચોરીની આશંકાએ ગળું કાપી હત્યા કરનાર ઝડપાયા, ખૂંખાર આરોપીનો ગુનાહિત ઈતિહાસ છે ચોંકાવનારો

સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કાપોદ્રા મેઈન રોડ પર ફૂટપાથ રહેતા યુવકે નાણાં ચોરીની

સુરતમાં નાણા ચોરીની આશંકાએ ગળું કાપી હત્યા કરનાર ઝડપાયા, ખૂંખાર આરોપીનો ગુનાહિત ઈતિહાસ છે ચોંકાવનારો

સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કાપોદ્રા મેઈન રોડ પર ફૂટપાથ રહેતા યુવકે નાણાં ચોરીની આશંકા રાખી કટરથી ગળું કાપી હત્યાની કોશિશ કરનાર બે સગાભાઈઓને કાપોદ્રા પોલીસે ઝડપી લીધા હતા. આ બંને ભાઈઓ રીઢા હોવાની સાથે ઈનામી ખૂંખાર ગુનેગાર હોવાનું બહાર આવ્યું હતું. બંને ભાઈઓએ એક વર્ષ પહેલાં રાજસ્થાનના જયપુરમાં કૈડલ થીમપાર્કના વોચમેનની હત્યા કરી સુરત ભાગી આવ્યા હતા. રાજસ્થાન સરકારે તેમને પકડવા પર પાંચ-પાંચ હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

આ કારણે કરી હતી હત્યા

કાપોદ્રા મેઈન રોડ પર માધવબાગ કોમ્પ્લેક્સની દુકાનના ઓટલા પાસેથી ગત 20 સપ્ટેમ્બરના રોજ એક યુવક ગળું કપાયેલી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ભાનમાં આવેલા યુવકનું નામ દશરથ બાગરી હોવાનું બહાર આવ્યું હતું. કાપોદ્રા વિસ્તારમાં ફૂટપાથ પર આ બંને ભાઈઓના નાણાં ચોરી થઇ ગયા હતા. તે નાણાં ચોરીની શંકા રાખી 19 સપ્ટેમ્બરના રોજ રાત્રે તે ઓટલા પર સૂવા ગયો હતો ત્યાં આ બંને આવ્યા હતા અને કટરથી ગળું કાપી નાંખ્યું હતું. ત્યારબાદ હત્યાની કોશિશનો ગુનો નોંધી કાપોદ્રા પોલીસે 43 વર્ષીય રમેશ રામદયાલ ગુલ્ફાન (કશ્યપ) અને 32 વર્ષીય પ્રકાશ ગુલ્ફાનની ધરપકડ કરી હતી. બંનેના નામો પોકેટ કોપ પર સર્ચ કરવામાં આવતાં બંને ખૂંખાર ગુનેગાર હોવાનું બહાર આવ્યું હતું. 

ખૂંખાર ગુનાહિત પ્રવૃતિ

બંને રાજસ્થાન અને વતન ઉત્તર પ્રદેશમાં આર્મ્સ, ચોરી, હત્યાની કોશિશના છ ગુનામાં ઝડપાઈ ચૂક્યા હતા. બંને પર પાંચ-પાંચ હજારનું ઈનામ પણ રાજસ્થાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યાનું બહાર આવ્યું હતું. ઉત્તર પ્રદેશનાં બરેલી જિલ્લાના ફરીદપુરના મહોલ્લા કસબાના વતની બંને ભાઈ ઓ 2023માં રાજસ્થાનના જયપુરમાં રહેતા હતા. તે વખતે તેમણે વપુર કૈડલ થીમ પાર્કમાં વોચમેનની ગળું કાપી હત્યા કરી નાંખી હતી. જેમાં તેઓ ફરાર હતા. બંનેને પકડવા પર રાજસ્થાન સરકારે ઈનામ જાહેર કર્યું હતું.

આ સમાચાર શેર કરો