VIDEO: ડોક્ટર્સ ડે પર જ વરવી વાસ્તવિકતા, સુરેન્દ્રનગર સિવિલમાં ૧૪ મેડિકલ ઓફિસર સામે માત્ર ૨ જ ડોક્ટરો હાજર
આજે દેશભરમાં વિશ્વ ડોક્ટર્સ ડેની ઉજવણી થઈ રહી છ

આજે દેશભરમાં વિશ્વ ડોક્ટર્સ ડેની ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરેન્દ્રનગરની ગાંધી સિવિલ હોસ્પિટલમાંથી આરોગ્ય તંત્રની કથળતી પરિસ્થિતિ સામે આવી છે. હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરની ૧૪ મંજૂર જગ્યાઓ સામે માત્ર બે જ ડોક્ટરો ફરજ બજાવી રહ્યા છે.સિવિલ હોસ્પિટલમાં રોજની 700થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાય છે, પરંતુ ડોક્ટરોની અછતને કારણે દર્દીઓને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. પૂરતા સ્ટાફના અભાવે ગંભીર દર્દીઓને અમદાવાદ કે રાજકોટ રીફર કરવા પડતા હોવાથી ગરીબ પરિવારો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.



