Video: અભિતાભ બચ્ચનની એક ઝલક જોવા સુરતી ફેન્સે કરી પડાપડી, બેકાબૂ ભીડથી કાચનો દરવાજો તૂટ્યો
ડાયમંડ સિટી સુરત હવે ક્રિકેટ અને ગ્લેમરના રંગે રંગાયુ છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં
ડાયમંડ સિટી સુરત હવે ક્રિકેટ અને ગ્લેમરના રંગે રંગાયુ છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં આજથી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ-2026નો પ્રારંભ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સહિત અનેક ક્રિકેટ અને ફિલ્મી સિતારાઓ પહોંચ્યા હતા.
અભિતાભ બચ્ચન પહોંચતા ભીડ બેકાબૂ
પાલ ખાતે આવેલ કાંસા રિવેરા બિલ્ડીંગમાં અભિતાભ બચ્ચન મહેમાન બન્યા હતા. કાંસા રિવેરામાં બિઝનેસ સુનિલ શાહના ઘરે અભિતાભ બચ્ચન પહોંચતા તેમને જોવા માટે લોકોની પડાપડી જોવા મળી હતી. પડાપડીમાં એન્ટ્રી ગેટનો કાચનો દરવાજો તૂટ્યો હતો. જેથી અમુક ફેન્સને નાની મોટી ઈજાઓ થઇ હતી. સુરક્ષાના ભાગ રૂપે પોલીસની ટીમ પણ હાજર જોવા મળી હતી.




