VIDEO:સુરેન્દ્રનગર: વરસાદ ખેંચાતા મોંઘું બિયારણ નિષ્ફળ જવાની ભીતિ, જગતનો તાત ચિંતામાં.
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સહિતના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. ખેડૂતોએ અખાત્રીજના પવિત્ર દિવસે મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરી ખર્ચીને હોંશે-હોંશે વાવેતર કર્યું હતું, પરંતુ હવે વરસાદ ન પડતાં આ વાવેતર સંપૂર્ણ નિષ્ફળ જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. પૂરતો વરસાદ ન થતાં જમીનમાં જ બિયારણ બળી જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોનું આખું રોકાણ જોખમમાં મુકાયું છે...ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વાવેતરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે જૂન મહિનામાં જ્યાં ૨.૧૭ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, તેની સામે ચાલુ વર્ષે માત્ર ૧.૧૪ લાખ હેક્ટરમાં જ વાવેતર થઈ શક્યું છે.

