Surendranagar news: જમીન NA કૌભાંડ મુદ્દે પૂર્વ કલેક્ટરો પણ શંકાના દાયરામાં, તપાસ એજન્સીઓ કરશે સર્ચ ઓપરેશન

સોર્સ : gstv
રાજ્યના સુરેન્દ્રનગરમાં જમીન NA કૌભાંડ મુદ્દે પૂર્વ કલેક્ટરો પણ શંકાના દાયરામાં આવ્યા છે, મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાની કિંમતી જમીનો NA કરવા પાછળ વ્યાપક કૌભાંડ આચરવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ફાઈલોનું સર્ચ ઓપરેશન શરૂ કરવાની તજવીજ શરૂ
મળતા અહેવાલ પ્રમાણે એજન્સીઓ દ્વારા કલેક્ટર કચેરી માંથી NA થયેલ જમીનોની ટૂંક સમયમાં ફાઈલોનું સર્ચ ઓપરેશન શરૂ કરવાની તજવીજ શરૂ કરશે.સોલાર કંપનીઓના સૌથી વધુ જમીનોની ફાળવણી કરવામાં આવી છે, રાજેન્દ્ર પટેલ બાદ પૂર્વ કલેક્ટરો પણ એજન્સીઓની નજરમાં આવ્યા છે.

