Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar news: AAP leader Vipul Thakor was arrested by the police late at night, know what the whole matter is

Surendranagar news: આપ નેતા વિપુલ ઠાકોરની મોડી રાત્રે પોલીસે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: આપ નેતા વિપુલ ઠાકોરની મોડી રાત્રે પોલીસે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો
સોર્સ : GSTV

રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર આપ નેતા વિપુલ ઠાકોરની પોલીસે ધરપકડ કરી હતી. રાજુ કરપડાને ગદ્દાર ચીતરવા માટે વિપુલ ઠાકોરે ઓડિયો ક્લિપ વાયરલ કરી હતી. મોડી રાતે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિપુલ ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી.

App Store

 કરણ બારોટ અને સ્વયં સાવલી પર પણ લટકતી તલવાર 

ઉલ્લેખનીય છે કે  કરણ બારોટ અને સ્વયં સાવલી પર પણ લટકતી તલવાર છે. રાજુ કરપડાએ રાજીનામું આપ્યું તે દરમિયાન જુના કેસના લીધે જેલમાં ના જવું પડે એટલે ભાજપમાં જોડાવું છું તેવી ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી હતી. 

આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર કાયદાકીય સંકટમાં ઘેરાયા છે. વર્ષ 2020ના એક જૂના કેસમાં મહેસાણાની કોર્ટે કડક વલણ અપનાવતા તેમની વિરુદ્ધ નોન-બેઇલેબલ (બિનજામીનપાત્ર) વોરંટ જાહેર કર્યું છે. આ આદેશને પગલે સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને કાયદાકીય પ્રક્રિયા તેજ બનાવી છે.

સુનાવણી દરમિયાન હાજર ન રહેતા બિનજામીનપાત્ર વોરંટ 

સમગ્ર વિવાદ વર્ષ 2020માં નોંધાયેલી એક ફરિયાદ સાથે જોડાયેલો છે. મહેસાણા સિટી 'A' ડિવિઝન પોલીસ મથકે તે સમયે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ IPCની વિવિધ કલમો અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. હાલ આ મામલો મહેસાણાની 3rd એડિશનલ સિવિલ જજ અને JMFC કોર્ટમાં ચાલી રહ્યો છે, જ્યાં સુનાવણી દરમિયાન હાજર ન રહેતા નામદાર કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે નોન-બેઇલેબલ વોરંટ કાઢવાનો કડક આદેશ આપ્યો છે.