Video: હિંમતનગરના બલવંતપુરામાં મંડપના ગોડાઉનમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ

હિંમતનગરના જૂના બલવંતપુરા વિસ્તારમાં આવેલ જનકપુરી સ્થિત એક મંડપના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ગોડાઉનમાં આગની તીવ્ર જ્વાળાઓ દેખાતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની કે ઈજા થયાના સમાચાર નથી, જેથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
જાહેરાત






