Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar: Dhrangadhra sub-jail comes into the spotlight again, mobile phone found during surprise checking

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાની સબજેલ ફરી ચર્ચામાં આવી, સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન મળ્યો મોબાઈલ ફોન

Timeછેલ્લું અપડેટ : 19 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાની સબજેલ ફરી ચર્ચામાં આવી, સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન મળ્યો મોબાઈલ ફોન
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની સબજેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી હતી. આ દરમિયાન મોબાઈલ ફોન મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. ધ્રાંગધ્રા સબજેલના બેરક નંબર-7ના બાથરૂમમાંથી મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યો હતો.

App Store

નોંધનીય છે કે, અનેક વખત ધ્રાંગધ્રાની સબજેલમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવી છે, જ્યારે આ સિલસિલો હજી યથાવત જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન મોબાઈલ ફોન ઝડપી પાડ્યો હતો. આ ફોન કોનો છે અને કોની પાસેથી મળી આવ્યો છે, તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. આ મામલે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.