Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Friend kills friend over minor issue in Surat, police arrest killer friend

VIDEO: સુરતમાં નજીવા મુદ્દે મિત્રએ મિત્રની હત્યા કરતા પોલીસે હત્યારા મિત્રને દબોચી લીધો

Timeછેલ્લું અપડેટ : 19 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુરત શહેરમાં આવેલા રાંદેર વિસ્તારમાં હનુમાન ટેકરી પાસે ગત રોજ નજીવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ ઝઘડો થતા મિત્રએ જ મિત્રની ચપ્પુથી હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. જેને લઈ આરોપી મિત્ર હત્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જો કે, રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લઈ તેની સામે કાયદેસરના પગલાં લીધા હતા. 

App Store

સુરતના રાંદેરમાં આવેલા હનુમાન ટેકરી પાસે બે મિત્રો વચ્ચે અચાનક અપશબ્દો બોલવા મુદ્દે ઝઘડો થયો હતો. જેને લઈ મિત્રો વચ્ચે ભારે ઝઘડો થઈ ગયો હતો. જેથી આરોપી મિત્ર રાજાએ ચપ્પુના ઘા ઝીંકી મિત્ર રાહુલ વાઘેલાની હત્યા કરી નાંખી હતી. ગંભીર રીતે ઘાયલ યુવકને લઈ તાબડતોબ આસપાસના લાકોએ 108ને ફોન કર્યો હતો જેથી તેને સારવાર મળે પરંતુ 108ની ટીમ ઘટનાસ્થળે આવી ત્યારે તેના કર્મચારીએ પીડિત રાહુલ વાઘેલાને તપાસતા  તેને મૃતક જાહેર કર્યો હતો. જે બાદ રાંદેર પોલીસ ઘટનાએ સ્થળે દોડી આવી હતી. જે બાદ આરોપી મિત્ર રાજાને ગણતરીના કલાકોમાં જ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.