Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar/ Cheap food grain shopkeepers given responsibility to bring crowd to PM's program

Surendranagar/ PM મોદીના કાર્યક્રમમાં ભીડ લાવવા સસ્તા અનાજના દુકાનદારોને સોંપાઈ જવાબદારી

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagar/ PM મોદીના કાર્યક્રમમાં ભીડ લાવવા સસ્તા અનાજના દુકાનદારોને સોંપાઈ જવાબદારી
સોર્સ : gstv

સુરેન્દ્રનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાણંદ ખાતે યોજાનારા આગામી કાર્યક્રમને સફળ બનાવવા અને ત્યાં જંગી મેદની એકઠી કરવા માટે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા સરકારી મશીનરીનો વિવાદાસ્પદ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો ધડાકો થયો છે.

App Store

દરેક દુકાનદારને '6 વ્યક્તિ' લાવવાનો આદેશ

મળતી વિગતો મુજબ, સાણંદમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા માટે સુરેન્દ્રનગર વહીવટી તંત્રના અધિકારીઓએ સસ્તા અનાજના દુકાનદારો (FP Shop Owners) પર દબાણ વધાર્યું છે. અધિકારીઓ દ્વારા દુકાનદારોને એવી સૂચના આપવામાં આવી છે કે, દરેક દુકાનદારે ફરજિયાતપણે 6 લોકોને પોતાની સાથે કાર્યક્રમમાં હાજર રાખવાના રહેશે.

લિસ્ટ તૈયાર કરી તંત્રને સોંપવા તાકીદ

આટલું જ નહીં, ભીડ એકઠી કરવાની આ કામગીરી પર દેખરેખ રાખવા માટે તંત્રએ નવો ફતવો બહાર પાડ્યો છે. સસ્તા અનાજના દુકાનદારો જે લોકોને કાર્યક્રમમાં લઈ જવાના છે, તે તમામના નામનું લિસ્ટ તૈયાર કરી વહીવટી તંત્રને સોંપવાના કડક આદેશો આપવામાં આવ્યા છે. આ આદેશને પગલે દુકાનદારોમાં અંદરખાને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તંત્રની ભૂમિકા સામે ગંભીર સવાલો

સામાન્ય રીતે સરકારી તંત્ર જનતાની સુખાકારી અને વહીવટી કામગીરી માટે જવાબદાર હોય છે, પરંતુ અહીં વહીવટી તંત્ર જ 'ભીડ ભેગી કરનાર એજન્સી' તરીકે કામ કરી રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સસ્તા અનાજના દુકાનદારોને આવી રીતે રાજકીય કાર્યક્રમો માટે ટાર્ગેટ આપવા તે તંત્રની નિષ્પક્ષતા સામે મોટા સવાલો ઉભા કરે છે.

શું સરકારી અધિકારીઓ દ્વારા આ પ્રકારે જનતા અને દુકાનદારો પર દબાણ લાવવું વ્યાજબી છે? આ મુદ્દો અત્યારે સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.