Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Solar plant in Saila targeted by smugglers, wire worth 25 lakhs stolen

VIDEO:સાયલામાં સોલાર પ્લાન્ટને તસ્કરોનો નિશાન, 25 લાખના વાયરની ચોરી

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સાયલાના જૂના જસાપર ગામ નજીક આવેલા 'જય કનૈયા એન્ટરપ્રાઇઝ'ના સોલાર પ્લાન્ટને તસ્કરોએ નિશાન બનાવ્યો છે. તસ્કરોએ સોલાર પ્લાન્ટમાં રહેલા ૬ ઇન્વર્ટરના વાયર કાપીને આશરે 15 હજાર મીટર જેટલો વાયર ચોરી લીધો છે. આ ચોરીમાં પ્લાન્ટ સંચાલકને અંદાજે ૨૦ થી ૨૫ લાખ રૂપિયાનું માતબર નુકસાન થયું છે.ચિંતાની વાત એ છે કે છેલ્લા અઢી મહિનાના ટૂંકા ગાળામાં સાયલા તાલુકામાં ચોરીની આ ૭મી મોટી ઘટના છે. વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં સાયલા પોલીસ હજુ સુધી એક પણ ચોરીનો ભેદ ઉકેલી શકી નથી, જેના કારણે વેપારીઓ અને સ્થાનિકોમાં પોલીસ તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store
ટોપિક્સ:gstvgstv newssolar plant