Surendranagarની સબજેલમાં SOGના દરોડા; 6 એન્ડ્રોઈડ મોબાઈલ ઝડપાયા, તપાસનો ધમધમાટ શરુ
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરની મુખ્ય સબજેલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. SOG પોલીસે જેલમાં દરોડા પાડીને 6 જેટલા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ઝડપી પાડ્યા છે. આ ઘટનાએ જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.ચુસ્ત બંદોબસ્તના દાવાઓ વચ્ચે જેલની અંદર મોબાઈલ કેવી રીતે પહોંચ્યા તે તપાસનો વિષય બન્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે જેલ પાસે આવેલા એક પ્રોવિઝન સ્ટોર સંચાલક દ્વારા જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ સપ્લાય કરવામાં આવતી હોવાની શંકા છે. હાલ પોલીસે મોબાઈલ જપ્ત કરી, જેલના કર્મચારીઓ અને સંડોવાયેલા શખ્સો સામે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

