Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

સુરેન્દ્રનગરમાં અંગત બાબતને લઈ જાહેરમાં ફાયરિંગ, ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં, આરોપી ફરાર

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2024
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગરમાં અંગત બાબતને લઈ જાહેરમાં ફાયરિંગ, ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં, આરોપી ફરાર

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરીથી ફાયરિંગની ઘટના બની છે. પાટડી તાલુકાના પીપળી ગામ નજીક જાહેરમાં ફાયરિંગની ઘટના બની જેમાં 2 રાઉન્ડ ચલાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં મહેબૂબ મલેક નામક શખ્સને ગોળી વાગતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામ્યો હતો અને સારવાર અર્થે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.

App Store

આ પણ વાંચો : વિદ્યાર્થીઓના ભોજનમાં છાશવારે આવતી જીવાત મામલે સમરસ હોસ્ટેલમાં મીડિયા પ્રતિબંધ

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ફાયરિંગની ઘટના સતત વધી રહી છે ત્યારે પાટડી તાલુકાના પીપળી ગામે પાણીની ટાંકી પાસે ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જાણવામાં આવ્યું છે કે સ્વિટ કાર લઈને આવેલા સમંદરખાન નામના શખ્સ દ્વારા અંગત બાબતોને લઈ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેની સાથે એક અન્ય શખ્સ પણ હાજર હતો.

આ પણ વાંચો : વડોદરામાં એક શખ્સે જાહેરમાં કર્યો હત્યાનો પ્રયાસ, અંતે સીટી પોલીસે વરઘોડો કાઢ્યો

ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળ તપાસ કરવાની કાર્યવાહી શરુ કરી હતી. ફાયરિંગના બનાવ અંગે ગુનો દાખલ કરી ફરાર થઈ ગયેલા આરોપીઓને શોધવા માટે આગળની તજવીજ શરુ કરી હતી. તેમજ ગામમાં કોઈ અણબનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.