VIDEO : સુરેન્દ્રનગરના વઢવાણમાં પાલિકાના ડિમોલિશન સામે પ્રચંડ જનઆક્રોશ, 250 વર્ષ જૂના ઐતિહાસિક કુવા તોડી પડાતા હોબાળો
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના વઢવાણમાં મહાનગરપાલિકાની ડીમોલેશન કામગીરી સામે સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવ્યો છે. રસ્તા પહોળા કરવાના નામે તંત્ર દ્વારા ૨૫૦ વર્ષથી વધુ જૂના ઐતિહાસિક કુવાઓ તોડી પાડવામાં આવતા લોકરોષ ફાટી નીકળ્યો છે. આ કુવાઓ સ્થાનિકો માટે પીવાના અને વપરાશના પાણીનો મુખ્ય સ્ત્રોત હતા. ઉશ્કેરાયેલા લોકોએ ડીમોલેશનની કામગીરી અટકાવી દીધી છે અને સ્થાનિક કોર્પોરેટરોનો ઘેરાવ કર્યો છે. દબાણ હટાવવા આવેલી ટીમ અને જનતા વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું છે. લોકોએ ચીમકી આપી છે કે જો આ અન્યાય બંધ નહીં થાય, તો આગામી સમયમાં રસ્તાઓ ચક્કાજામ કરવામાં આવશે.

