VIDEO : સુરેન્દ્રનગર સિવિલમાં CT સ્કેન સેવા ઠપ
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે વસાવવામાં આવેલું સીટી સ્કેન મશીન બંધ હોવાનું જાહેર કરી રૂમમાં સીલ કરી દેવામાં આવ્યું છે. સરકારી હોસ્પિટલમાં મશીન બંધ થઈ જતાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ભારે પરેશાની વેઠવી પડી રહી છે. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ખાનગી લેબોરેટરી સાથે એમઓયુ તો તો કરવામાં આવ્યા છે, પરંતુ દર્દીઓને હાલાકીમાંથી મુક્તિ મળી નથી. એક તરફ સરકાર આરોગ્ય સેવાઓ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે, ત્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં વારંવાર મશીનો બંધ થવાની ઘટનાઓથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં દર્દીઓની સુવિધા માટે સિવિલ હોસ્પિટલના પરિસરમાં જ તાત્કાલિક નવું સીટી સ્કેન મશીન શરૂ કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.

