Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

VIDEO: પાટડીમાં ભ્રષ્ટાચારનો 'રિવરફ્રન્ટ': 2 મહિનામાં ગાબડાં પડ્યા, કરોડોનો ખર્ચ પાણીમાં!

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિકો દ્વારા 'પોલખોલ' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સુવિધાઓ ગણતરીના મહિનાઓમાં જ બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા તંત્રની નબળી કામગીરી ઉઘાડી પડી છે.

App Store

રિવરફ્રન્ટથી લઈને પાણીના ATM સુધી બધે જ 'ગોલમાલ'
સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાટડીમાં નવો બનેલો રિવરફ્રન્ટ માત્ર 2 મહિનામાં જ તૂટી ગયો છે, જે કામની ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા કરે છે. આટલું જ નહીં, શહેરમાં 30 લાખના ખર્ચે જે પાણીના ATM મશીનો નાખવામાં આવ્યા હતા, તે શરૂ થયા પહેલા જ ભંગારમાં ફેરવાઈ ગયા છે. લોકોના પીવાના પાણી માટે મુકાયેલા મશીનો હાલ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે.

નલ સે જલ અને ઘન કચરા પ્લાન્ટમાં પણ સવાલો
અહેવાલ મુજબ, 7 કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલી 'નલ સે જલ' યોજનામાં પણ નબળી કામગીરી કરવામાં આવી હોવાના આરોપો લાગ્યા છે. બીજી તરફ, ઘન કચરાના પ્લાન્ટમાં પાલિકાનું 68 લાખનું સ્વભંડોળ વાપરી નાખવામાં આવ્યું હોવા છતાં જમીની સ્તરે કોઈ નક્કર પરિણામ જોવા મળતું નથી. રોડ-રસ્તાના કામોમાં પણ લોટ, પાણીને લાકડા જેવી નીતિ અપનાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સ્થાનિક આગેવાનોએ જણાવ્યું છે.