VIDEO: Surendranagar / સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી
સોર્સ : GSTV
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ સુરેન્દ્રનગરમાં અન્ય પક્ષો કરતા બાજી મારીને પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો પૈકી પ્રથમ તબક્કામાં 07 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, જિલ્લાની વિવિધ 16 તાલુકા પંચાયતો માટે પણ ઉમેદવારોના નામ નક્કી કરી લેવામાં આવ્યા છે.
પ્રથમ વખત યોજાઈ રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી રહી છે, જેના ભાગરૂપે 11 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તો બીજી તરફ, ધ્રાંગધ્રા નગરપાલિકા માટે પણ 06 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.

