Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : A terrible fire broke out in a pickup van on Lakhtar-Viramgam highway

Surendranagarના લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ ડાલામાં લાગી ભયાનક આગ, ડ્રાઈવરનો આબાદ બચાવ

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagarના લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ ડાલામાં લાગી ભયાનક આગ, ડ્રાઈવરનો આબાદ બચાવ
સોર્સ : gstv

લખતર-વિરમગામ હાઈવે પરથી પસાર થઈ રહેલી ડાંગરના પૂડા ભરેલી એક પીકઅપ વાનમાં અચાનક અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આખી પીકઅપ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, સમયસૂચકતાને કારણે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. ઘટના બે દિવસ પહેલા ઘટી હતી જેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

App Store

પાછળ આવતા વાહન ચાલકે આપી ચેતવણી

પ્રાપ્ત વિગતો અનુસાર, પીકઅપ વાનમાં ડાંગરના પૂડા ભરીને તેને લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન લખતર-વિરમગામ રોડ પર આવેલા ઓળક ગામના પાટિયા (માલિકાના પાટિયા) નજીક પહોંચતા જ પીકઅપના આગળના ભાગે અચાનક આગ લાગી હતી. પીકઅપ ચાલક આ વાતથી તદ્દન અજાણ હતો અને ગાડી ચલાવી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલા અન્ય એક સતર્ક વાહન ચાલકની નજર આગ પર પડતા જ તેણે તુરંત પીકઅપના ડ્રાઈવરને બૂમો પાડીને આગ લાગી હોવાની જાણ કરી હતી.

ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ

આગ લાગી હોવાની માહિતી મળતા જ ડ્રાઈવરે સમય સંજોગોને ઓળખીને તુરંત જ પીકઅપ વાનને ઓળક ગામના પાટિયા પાસે રોકી દીધી હતી અને ગાડીમાંથી નીચે ઉતરી ગયો હતો. ડ્રાઈવર સમયસર બહાર નીકળી જતાં તેનો જીવ ચમત્કારિક રીતે બચી ગયો હતો, બાદમાં કારના બોનેટ પર ચડી આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પવનના કારણે આગ વધુ વિકરાળ બની જતાં પીકઅપ પણ સળગી ગઈ હતી.

ગ્રામજનો અને ફાયર ફાઈટરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ

હાઈવે પર ગાડીમાં લાગેલી ભીષણ આગના દ્રશ્યો જોઈને ઓળક ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ તાત્કાલિક સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ પણ લાઈવ લોકેશન પર દોડી આવી હતી.

ફાયર ફાઈટરની ટીમ અને સ્થાનિક ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવીને સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો, ત્યાર બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે પીકઅપ ગાડી તેમજ તેમાં ભરેલો ડાંગરના પૂડાનો જથ્થો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.

લખતર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી

આ અકસ્માતની જાણ થતાં જ લખતર પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાઈવે પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને આગ કયા કારણોસર લાગી તે અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.