મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: વાગડિયા ગામની સીમમાં કાર્બોસેલની ખાણમાં શ્રમિકનું મોત, અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાપાયે ગેરકાયદે ખનીજ ચોરી બેફામ રીતે થતી હોય છે અને

સુરેન્દ્રનગર: વાગડિયા ગામની સીમમાં કાર્બોસેલની ખાણમાં શ્રમિકનું મોત, અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાપાયે ગેરકાયદે ખનીજ ચોરી બેફામ રીતે થતી હોય છે અને ઘણીવાર આ કાર્બોસેલની ખાણ શ્રમિકો માટે મોતની ખાણ સાબિત થતી હોય છે. આ દરમિયાન વાગડિયા ગામની સીમમાં કાર્બોસેલની ખાણમાં વધુ એક શ્રમિકનું મોત નિપજ્યું છે. આ ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ગોપાલ નામના શ્રમિકનું મૃત્યુ નિપજ્યું

મળતી માહિતી સુરેન્દ્રનગરના વાગડિયા ગામની સીમમાં કાર્બોસેલની ખાણમાં ગોપાલ નામના શ્રમિકનું મૃત્યુ નિપજ્યું હતું. જેને લઈને નાયબ કલેક્ટરે વાગડિયા ગામની સીમમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણો પર દરોડા પાડ્યા હતા.

ગેરકાયદે ખાણોમાં અનેક મજૂરો મોતને ભેટ્યા

શ્રમિકના મૃત્યુ અંગે તપાસ હાથ ધરી છે. ગેરકાયદે ખાણોમાં અનેક મજૂરો મોતને ભેટ્યા છે. જેને લઈ ખનીજ વિભાગ અને પોલીસ સહિત તંત્ર સામે સવાલો ઊઠ્યા છે.

આ સમાચાર શેર કરો