મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: કાતિલ ઠંડીમાં ખુલ્લા શેડની નીચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂૂર

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી હાડ થિજવતી ઠંડી પડી રહી છે. આ કાતિલ ઠંડી વચ્ચે સુર

સુરેન્દ્રનગર: કાતિલ ઠંડીમાં ખુલ્લા શેડની નીચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂૂર

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી હાડ થિજવતી ઠંડી પડી રહી છે. આ  કાતિલ ઠંડી વચ્ચે સુરેન્દ્રનગરમાં આવેલી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ ખુલ્લા શેડમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

 ઓરડા ન હોવાના કારણે બાળકો આ  રીતે અભ્યાસ કરવા મજબૂર બન્યા

શહેરમાં આવેલી સરકારી શાળાઓમાં પૂરતા ઓરડા ન હોવાના કારણે બાળકો આ  રીતે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ ખુલ્લામાં અભ્યાસ કરતા બાળકો બિમાર પડશે તો જવાબદાર કોણ રહેશે તે પણ યક્ષ પ્રશ્ન છે. 

આ પણ વાંચો: દાહોદ: ખેડૂત આગેવાનની ઘરમાંથી પોલીસે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

બેદરકારીના પગલે વિદ્યાર્થીઓને હાલાકી

શિક્ષણ વિભાગની બેદરકારીના પગલે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પૂરતા ઓરડા ન હોવાના કારણે ખુલ્લા શેડમાં સરકારી શાળા ચાલી રહી છે.શિક્ષણ કાર્ય પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં શાળામાં પાયાની  સુવિધાઓનો અભાવ જોવા મળે છે.

આ સમાચાર શેર કરો