મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદ: ખેડૂત આગેવાનની ઘરમાંથી પોલીસે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

દિલ્હી – મુંબઈ કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવવા જતાં પહેલા દાહોદના લીમડી પાસેથી પોલીસે ખેડૂત આગેવાન મુકેશ ડા

દાહોદ: ખેડૂત આગેવાનની ઘરમાંથી પોલીસે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

દિલ્હી – મુંબઈ કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવવા જતાં પહેલા દાહોદના લીમડી પાસેથી પોલીસે ખેડૂત આગેવાન મુકેશ ડાંગની ધરપકડ કરી હતી. પોલીસે મુકેશ ડાંગની આવેલા તેમના નિવાસસ્થાનથી ધરપકડ કરી હતી. 

ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા પાક નિષ્ફ્ળ થઈ ગયો

હાઈવેની કામગીરી દરમિયાન માટી પુરાણના કારણે પાણીનું વહેણ બંદ થઈ જવાથી બંને બાજુ  વરસાદી પાણી ભરાઈ જવાથી  ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા પાક નિષ્ફ્ળ થઈ ગયો હતો, જેના કારણે તેમને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

ઓથોરિટીએ આનાકાની કરતા  હાઈવેની કામગીરી બંધ કરવાની ચીમકી આપવામાં આવી 

આ પણ વાંચો: જૂનાગઢ જિલ્લા ભાજપના મંત્રી વેચે છે સાંસદની ગ્રાન્ટ, સરપંચોએ કેન્દ્રીય મંત્રીને કરી ફરિયાદ

સર્વે બાદ પણ ખેડૂતોને વળતર આપવામાં તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરિટીએ આનાકાની કરતા  હાઈવેની કામગીરી બંધ કરવાની ચીમકી આપવામાં આવી હતી. ખેડૂતોની 17માંથી 16 માંગણી ઝાલોદ પ્રાંત અધિકારી દ્વારા મંજૂર કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો