સુરેન્દ્રનગર: ભૂંડ પકડવા મુદ્દે બે પક્ષો વચ્ચે જાહેરમાં જૂથ અથડામણ, 9 શખ્સોને પહોંચી ઈજા
સુરેન્દ્રનગરમાં ભૂંડનો ત્રાસ યથાવત છ, ત્યારે આ મામલે શહેરમાં ભૂંડ પકડવા મુદ્દે બે જૂ

સુરેન્દ્રનગરમાં ભૂંડનો ત્રાસ યથાવત છ, ત્યારે આ મામલે શહેરમાં ભૂંડ પકડવા મુદ્દે બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ મામાલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું આ જૂથ અથડામણમાં 9 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
લાકડી, ધારીયા, ધોકા, તલવાર લઈને જાહેર રસ્તા પર બન્ને પક્ષના લોકો ઉતરી આવ્યા
લાકડી, ધારીયા, ધોકા, તલવાર લઈને જાહેર રસ્તા પર બન્ને પક્ષના લોકો ઉતરી આવ્યા હતા. અને સામ સામે મારામારી કરી હતી. બન્ને જૂથોએ સામ સામે કારોની પણ ટક્કર કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: એરપોર્ટ પરથી થાઈલેન્ડના નાગરિક પાસેથી 5.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
સામ સામે મારામારી કરી
તો બીજી તરફ આ સમગ્ર ઘટના જાહેરમાં થઈ હતી. આ શખ્સોએ કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવ્યા હતા. સુરેન્દ્રનગરના હેલિપેડ પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.






