Video: સુરેન્દ્રનગર: સ્મશાનમાં પોલીસવડાએ રમ્યા ગરબા

સુરેન્દ્રનગરમાં નવરાત્રી નિમિત્તે મા શક્તિની અનોખી આરાધનાનો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે લોકો પાર્ટી પ્લોટ કે શેરી-મહોલ્લામાં ગરબે ઘૂમતા હોય છે પરંતુ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું પોતાના સમગ્ર સ્ટાફ સાથે શહેરના મુખ્ય સ્મશાનગૃહ પહોંચ્યા હતા જે સ્થાન પર મૃતકોને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે, તે જ જગ્યાએ પોલીસ અધિકારીઓએ અનોખી શ્રદ્ધા સાથે ગરબા રમી નવરાત્રીનો મહિમા વધાર્યો હતો. પોલીસવડાને સ્મશાનમાં ગરબે રમતા જોઈને સ્થાનિક લોકો પણ તેમની સાથે જોડાયા હતા. શ્રદ્ધા અને ભક્તિનો આ અનોખો પ્રસંગ સમગ્ર વિસ્તારમાં ભારે આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.




