સુરેન્દ્રનગર / ભાજપના કોળી સંમેલનનો ફિયાસ્કો, લોકો આવ્યાં જ નહીં, ખુરશીઓ ખાલી રહી
Lok Sabha Election 2024 : સુરેન્દ્રનગર શહેરના પંડિત દીનદયાળ ટાઉનહોલમાં ભાજપ દ્વાર

Lok Sabha Election 2024 : સુરેન્દ્રનગર શહેરના પંડિત દીનદયાળ ટાઉનહોલમાં ભાજપ દ્વારા કોળી સંમેલન યોજાયું હતું. જો કે 3 પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડા, શંકરભાઈ વેગડ અને ડો.મહેન્દ્ર મુંજપરા તેમજ 2 મંત્રીઓ જગદીશ મકવાણા કુંવરજી બાવળીયાની હાજરી હોવા છતાં ભાજપના આ કોળી સંમેલનનો ફિયાસ્કો થયો છે. આ સંમેલનમાં લોકો આવ્યાં જ નહીં, જેને પરિણામે કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહી હતી.
સુરેન્દ્રનગર શહેરના ટાઉનહોલમાં ઠાકોર અને તળપદા કોળી સમાજને એક કરવા યોજાયેલા ભાજપના સંમેલનમાં કોળી સમાજના લોકોએ રસ ન દાખવ્યો. ભાજપે ઠાકોર સમાજના નેતા ચંદુભાઈ શિહોરને ટિકિટ આપ્યા બાદ તળપદા કોળી સમાજમાં નારાજગી છે, જેની સ્પષ્ટ અસર આ સંમેલનમાં દેખાઈ છે. તો ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું કે કોઈ સમાજ નારાજ નથી બધા ભાજપ સાથે જ છે.
ભાજપના આ કોળી સંમેલનમાં તળપદા કોળી સમાજના લોકો કેમ ન આવ્યાં એ અંગે પૂછવામાં આવતા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે ગરમી છે માટે લોકો આવ્યાં નથી. છેલ્લી 3 ટર્મથી તળપદા કોળી સમાજની ભાજપ અવગણના કરી રહ્યું છે એ બાબતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને સવાલ પૂછવામાં આવતા બાવળિયાએ ચાલતી પકડી હતી.






