મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news: 51 ખનીજ માફિયાઓની યાદી જાહેર, પ્રાંત અધિકારીએ શરૂ કરી તપાસ

ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે

Surendranagar news:  51 ખનીજ માફિયાઓની યાદી જાહેર, પ્રાંત અધિકારીએ શરૂ કરી તપાસ

ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર કાર્બોસેલ ખનન અને ખનિજ ચોરીના મુદ્દે કડક કાર્યવાહી શરૂ કરી છે.

વગડીયા, ખંપાળિયા, ગઢડા અને આસુન્દ્રાળી ગામોમાં ચાલતી ખનીજ ચોરીની ગતિવિધિઓને ધ્યાને લઈ, 51 ખનીજ માફિયાઓની યાદી જાહેર કરવામાં આવી છે.

પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર ખનન મામલે કરી કાર્યવાહી

પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર ખનન અને તેમાં સંડોવાયેલા વાહનો સામે વસૂલાતની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, ગેરકાયદેસર ખોદકામ થયેલી જમીનોને ખાલસા કરવા અંગેનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો