સુરેન્દ્રનગરમાં ભાજપની ચિંતા વધી, ક્ષત્રિય સમાજે કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાને જાહેર કર્યું સમર્થન
Lok Sabha Election 2024 : ગુજરાતમાં રૂપાલા-ભાજપ વિરુદ્ધના ક

Lok Sabha Election 2024 : ગુજરાતમાં રૂપાલા-ભાજપ વિરુદ્ધના ક્ષત્રિય આંદોલનને લઈને સુરેન્દ્રનગરથી મોટા સમાચાર સામે આવ્યાં છે. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજે કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાને સમર્થન જાહેર કર્યું છે, જેનાથી ભાજપની ચિંતામાં વધારો થયો છે.
સુરેન્દ્રનગરના ક્ષત્રિય સમાજના કાર્યાલય ખાતે સુરેન્દ્રનગર શહેર-જિલ્લાના ક્ષત્રિય આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામોના 500થી વધુ ક્ષત્રિય આગેવાનોની ઉપસ્થિતમાં કૉંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાને ક્ષત્રિય સમાજે સમર્થન જાહેર કર્યું છે.
તો સામે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાએ ક્ષત્રિય સમાજનો આભાર માની નારીની અસ્મિતાની લડતમાં ક્ષત્રિય સમાજની સાથે હોવાનું નિવેદન આપ્યું હતું.
ક્ષત્રિય સમાજના આગેવાનોએ મતદાન સુધી તન, મન અને ધનથી ઋત્વિક મકવાણાની સાથે ઉભા રહેવાની ખાત્રી આપી છે. ક્ષત્રિય સમાજે કૉંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરતા સુરેન્દ્રનગરમાં આપતા ભાજપની ચિંતામાં વધારો થયો છે.






