Surendranagar News: EDના દરોડા બાદ હવે અધિકારીઓને દિલ્હીના તેડા, ટૂંક સમયમાં થઈ શકે છે મોટો ધડાકો
EDના દરોડા બાદ સુરેન્દ્રનગરના અધિકારીઓને દિલ્હીના ત

EDના દરોડા બાદ સુરેન્દ્રનગરના અધિકારીઓને દિલ્હીના તેડા મળ્યા છે. સુરેન્દ્રનગરમાં જમીન NA મુદ્દે મળેલ લિસ્ટમાં જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ પ્રાંત અધિકારીઓની પણ સંડોવણી હોવાની શંકા છે. ટૂંકા નામની મળેલી યાદીમાં ગલચર કે.કે જેવા નામોનો પણ ઉલ્લેખ છે. જિલ્લાની પ્રાંત કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની પણ જમીન હેતુફેર કરવાના કૌભાંડમાં સંડોવણીની હોવાની શંકા છે. આ મુદ્દે તપાસ તેજ ચાલી રહી છે.
અનેક ધડાકાઓ થવાની શક્યતાઓ
સુરેન્દ્રનગર જિલ્લાની 43 જેટલી જમીનોનો હેતુંફેર કરવામાં આવ્યા હોવાનું લિસ્ટ સામે આવ્યું છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરના નિવાસ સ્થાનેથી 100થી વધુ ફાઈલોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આવા અહેવાલ વચ્ચે ટૂંક સમયમાં મોટો ધડાકો થઈ શકે છે.
નોંધનીય છે કે, અમુક દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં ED (Enforcement Directorate)ના દરોડા પડ્યા હતા. તે પછીથી જિલ્લા તંત્ર દ્વારા આંતરિક તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ શંકાસ્પદ ફાઈલોની ઝીણવટભરી તપાસ કરી રહી છે.






